ઓનલાઈન લવ....

(12)
  • 3.5k
  • 1
  • 1.4k

" ઓનલાઈન લવ... " અક્ષત, અક્ષત, ઉઠ બેટા આઠ વાગી ગયા છે. તારે ઑફિસ જવાનું મોડું થઈ જશે. " મમ્મીએ અક્ષતના બારણાંને બહારથી જ નૉક કર્યું અને બૂમ પાડી. અક્ષતે જાણે પરાણે આંખો ખોલી અને બોલ્યો, " ઓહ, સીટ યાર આઠ વાગી ગયા, લેઈટ થઈ જશે. " રાત્રે ઓનલાઈન કરેલા ચેટીંગની અસર હજી તેના દિલો-દિમાગ ઉપર છવાએલી હતી તે યાદ આવતાં જ ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ અને હોઠ ઉપર હાસ્ય.... તન્વી અગ્રવાલ એક સેલિબ્રિટી જેવી તેની પર્સનાલિટી, ખૂબજ સુંદર એકદમ ફેર લુકીંગ, હાઈટ પણ સારી એવી અને રેગ્યુલર જીમ જવાની તેની આદત એટલે બોડી પણ કસાયેલું અને એટ્રેક્ટિવ દેખાય.