9. (ડૉ. રાહુલ પોતાની ચેમ્બરમાં બેસીને ઈન્ટરનેટ પર વીરબહાદુરસિંહ અને વિક્રમસિંહ વિશે રિસર્ચ કરી રહ્યાં હોય છે. એવામાં કિશોરભાઈ અને ભાર્ગવી તેમની ચેમ્બરમાં આવી પહોંચે છે, ત્યારબાદ ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીને વાસ્તવિકતા જણાવે છે કે રાજ હાલ કોઈ મોટી માનસિક બીમારીનો ભોગ બનેલ નથી, તેની અને તેનાં બધાં જ રિપોર્ટ તપસ્યા બાદ હું એ તારણ પર પહોંચેલ છું કે રાજ બીજું કોઈ નહીં પરંતુ રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ છે, આ સાંભળી કિશોરભાઈ અને ભાર્ગવીને ડૉ. રાહુલની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, આથી ડૉ. રાહુલ તેઓને એક પ્લાન સમજાવતાં પોતે જેમ કહે તેમ કરવાં માટે જણાવે છે.)