8. (રાજા વીરબહાદુરસિંહ પોતાનાં રાજમહેલની બહાર આવેલાં ઝરૂખામાં બેસેલ હતાં, ત્યાં બેસીને તે કોઈ બાબત વિશે ખૂબ જ ઊંડાણપુર્વક વિચારી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું.બરાબર એ જ સમયે મહારાણી સુમિત્રા દેવી ઝરૂખામાં આવી પહોંચે છે, ત્યારબાદ બનેવ વાતચીત કરે છે. આ સમયે રાજા વીરબહાદુર સિંહ પોતાનાં મનમાં જે કાંઈ મૂંઝવણો કે ચિંતાઓ હતી, તે સુમિત્રાદેવીને જણાવે છે, થોડા મહિના બાદ રાજા વીરબહાદુરસિંહને ખુશી સમાચાર મળે છે કે સૂર્યપ્રતાપગઢનો વારસદાર જન્મ લેશે, થોડાક જ મહિનામાં રાજા વીરબહાદુરસિંહનાં ઘરે તેજસ્વી પુત્ર જન્મે છે, જેનું નામ તેઓ "વિક્રમસિંહ" રાખે છે. સ્થળ : સૂર્યપ્રતાપગઢનો રાજ મહેલ. સમય : સવારનાં 11 કલાક.