6. સો વર્ષ પહેલાં સૂર્યપ્રતાપગઢ એટલે પ્રકૃતિનાં કે કુદરતનાં ખોળે રમતું ગામ, આ ગામ પર જાણે ખુદ ઈશ્વર મહેરબાન હોય તેવું લાગી રહ્યું હતું. સૂર્યપ્રતાપગઢ ચારે બાજુએથી ઊંચી ઊંચી ટેકરીઓથી ઘેરાયેલ હતું. ત્યાં મનોમોહક ઝરણાંઓ અને ખળખળ કરીને વહેતી નદીઓ આવેલ હતી, એમાં પણ ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રતાપગઢ સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારેકોર લીલીછમ મનોમોહક અને જેને જોતાં આંખોમાં તાજગી ભરાઈ આવે તેમ ચારેબાજુએ હરિયાળી છવાય જાય છે.આકાશમાં મુક્તમને આરામથી વિચરી રહેલાં પક્ષીઓ સૂર્યપ્રતાપગઢની રોનકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું. ગામની બહાર આવેલ મોટો દરવાજો એ જાણે સૂર્યપ્રતાપગઢનાં શાહી પરીવારનાં ગુણગાન ગાઈ રહ્યો હોય