અજીબ કહાની પ્રિયાની.... - 1

(39)
  • 6k
  • 2
  • 3k

"પ્રિયાબેન....., પ્રિયાબેન....., ઉઠો હવે. કોલેજ જવાનું છે.""થોડીવાર સૂવા દો ને ભાભી પ્લીઝ.""મોડું નહિ થાય તમને.""ના....., હું ફટાફટ તૈયાર થઈ જઈશ.""ઠીક છે, તમે ઉઠીને આવો બહાર. હું તમારાં માટે બ્રેકફાસ્ટ રેડી રાખું છું.""ઓ. કે. ભાભી."નણંદ ભાભી વચ્ચેની આ લગભગ રોજ ચાલતી મગજમારી હતી. "માયા...., મારી ચા ક્યાં છે?" પ્રિયાનાં મોટાં ભાઈ એટલે કે માયાનાં પતિદેવ કમલેશ ડાઈનિંગ ટેબલ પર આવી પૂછી રહ્યાં હતાં."એ..... હા....લાવું... હમણાં."માયાએ ચા, થેપલા, બ્રેડ, બટર ને થોડાં સૂકા નાશ્તા સાથે ટેબલ સજાવી દીધું. "પ્રિયા ઉઠી નથી હજી?""ઉઠી જશે હમણાં." કમલેશને હાથમાં ચાનો કપ આપતાં માયાએ કહ્યું,"ગુડ મોર્નિંગ, મોટાભાઈ.""ગુડ મોર્નિંગ."પ્રિયાએ કમલેશની બાજુની ખુરશીમાં બેસી ગઈ. ચામાં બ્રેડ - બટર બોળી-બોળી