શબ્દની સફરમાં રાહી

(29)
  • 4.9k
  • 2
  • 1.2k

શબ્દોને તોડું મરોડું છતાં નામ તારું જ હૈયે સદા,કનૈયા..! કેમ કરી ભૂલું તને, રાખું મુજ હૈયે સદા.એક તારી ધૂનમાં ભૂલી બેઠી હું ભાન,ના કશી ચિંતા મને, છો ને આવે વિપદા.નથી જોઈતી કોઈ ધનદોલત મને અહીં,પરિવાર તણી તારી સોગાત જ ખરી સંપદા.નથી જોઈ કોઈ સરહદ તારા પ્રેમની,તુજ પ્રીત સામે કરી રહી હું સજદા.મક્કમ બની હું પથ્થરો કાપી ઝરણું બનું,દુઃખોને કહી દીધું છે ભલે થજો સાબદા.મઝધાર ભલે ને હો, ' રાહી ' તુફાનોથી કેમ ડરે..?કિનારો મળી જશે ને તુફાન ભાંગી પડશે બધા. - પરમાર રોહિણી " રાહી "==================================================જિંદગી શું છે એ મને નથી ખબર,બસ જાણે જન્મથી મૃત્યુ સુધીની સફર.ક્યારેક પ્રેમ તો ક્યારેક