વિસામો

  • 3.3k
  • 1.2k

વિસામો.....રાત્રીનો દોઢ વાગ્યો છે ને સેમ 6 ની પરીક્ષાના નજીકના દિવસો છે ને રમણલાલ કે ધારૈયાની આધુનિક ભારતનો ઈતિહાસ અને સ્વાતંત્ર્યસંગ્રામ ભાગ 2 વાંચતા વાંચતા જરાક થાક ખાવા ઉભો થયો છું ને ઘડીક વિસામો સાંભર્યો. સાલું દરવખતે યુનિવર્સિટી કોર્સના નામે નિતનવા ધાંધીયા કરે ને વિદ્યાર્થીઓ દરવખતે મુશ્કેલીમાં મુકાય એટલે મેં નક્કી જ કર્યું કે ગમે ત્યાંથી પૂછે આપણે સંદર્ભ પુસ્તક વાંચવું . એટલે આ પુસ્તક વાંચતા વાંચતા ઘણો સમય થયો ને ઘરમાં કોઈને અવાજ ન થાય એમ ઘડામાંથી લોટો ભરીને પાણી પી ગયો ને પછી થાક ખાવાનું મન થયું. મારા પુસ્તકાલયમાંના છેલ્લા ખાનામાં મારો વિસામો રાખું જે હંમેશા મને તરોતાજા રાખે