અંગત ડાયરી - ઇન્વેસ્ટમેન્ટ

  • 4.7k
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : ઇન્વેસ્ટમેન્ટલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૬ ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર“મામા, આપણે જન્મ્યા શા માટે?” મારા ભાણીયાએ પ્રશ્ન પૂછી મારી સામે જોયું અને ઉમેર્યું “આપણે પૃથ્વી પર આવ્યા શા માટે?”. શિયાળાના રવિવારની ઠંડી સવારે હું અને મારો ભાણીયો ગાંઠિયા લેવા જઈ રહ્યા હતા. ઘણા કથાકારો આ પ્રશ્ન પોતાની કથામાં કરતા હોય છે. “તું કોણ છે? ક્યાંથી આવ્યો? શા માટે આવ્યો? ક્યાં જવાનો?”. અને પછી બહુ મોટી મનનીય, ચિંતનીય ચર્ચા કથાકારો કરતા હોય છે. મારો એક મિત્ર ભારે વિવરીંગ માઇન્ડ વાળો. એનું કંઈ નક્કી જ ન હોય. નીકળ્યો હોય દૂધ લેવા અને છાપું લઈ પાછો ફરે. નીકળ્યો હોય