ગુલામ – 8

(71)
  • 3.6k
  • 5
  • 1.8k

ગુલામ – 8 ( ટ્રીપનું આયોજન) શ્રીમંત પતી ગયું હતું, જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવાય ગયો હતો. બંને પ્રસંગો અભય માટે શોકસભા જેવાં રહ્યાં હતાં. અભય બે દિવસમાં એક શબ્દ પણ નહોતો બોલ્યો. જે કામ ચીંધવામાં આવે એ કામ ચૂપચાપ કર્યા કરતો. બીજી તરફ ભુપતભાઇ શ્રીમંતનાં દિવસે અભય સાથે એવી રીતે વર્તન કરતાં હતાં જાણે તેણે અભયને કંઈ કહ્યું જ ના હોય. જરૂર પડે એટલે અભયને કામ માટે બોલાવવો, ભાભીને થપાટ મારવાની રસમમાં પરાણે મોકલવો, શ્રીમંત પૂરું થયાં પછી વાસણની ગણતરીમાં લિસ્ટ આપવું વગેરે કામ પ્રેમથી કહીને કરાવતાં હતાં. જન્માષ્ટમીમાં પણ અભય પૂરો દિવસ બહાર રહ્યો અને રાત્રે બર