ગુલામ – 7

(71)
  • 4.1k
  • 4
  • 2k

ગુલામ – 7 (અભયનું માનભંગ) જીગાને હિસાબ આપીને દસ મિનિટમાં અભય પરત ફર્યો. જ્યારે તેણે ખીડકી ખોલી ત્યારે બધાં તેની સામે એવી રીતે જોઈ રહ્યાં હતાં જાણે બધાએ તેને કોઈનું મર્ડર કરતાં જોઈ લીધો હોય. અભયે તેનાં બનેવી સાથે આંખો મેળવી. એનાં બનેવી દયા અને સહાનુભૂતિનાં ભાવે અભય સામે જોઈએ રહ્યાં હતાં. અભયે નેણ ઊંચા કરીને ઇશારામાં જ શું થઈ રહ્યું છે એ પુછ્યું. બનેવીએ જવાબમાં તેનાં સસુર તરફ આંખોનો ડોળા ઘુમાવીને બે વાર આંખો પલકાવીને એકવાર માથું નીચે કર્યું. અભયે ઊડતી નજર બધાં ખાટલા પર ફેંકી. સાત-આઠ ખાટલામાં ચાર-ચાર પુરુષો બેઠાં હતાં જેમાં મહેમાનો, કુટુંબનાં આવેલાં વડીલો