પારિજાતના પુષ્પ - 8

(13)
  • 3.8k
  • 1
  • 1.8k

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-8 " અદિતિની મુંઝવણ " ઈચ્છાઓની સાથે સાથે પહેલાની અદિતિ પણ મૃત્યુ પામી ચૂકી હતી. બસ, ખાલી જીવીત હતી તો ખોખલી યાદો... આરુષ ઑફિસેથી રિટર્ન આવે એટલે ઘણીબધી વાતો કરવી હોય અદિતિને આરુષ સાથે પણ આરુષનો કંઈપણ વાત કરવાનો મૂડ જ ન હોય એટલે અદિતિ પણ કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ આરુષ સાથે બેસીને જમી લેતી અને પછી બંને સાથે બેસીને થોડીકવાર ટી.વી. જોતા અને સૂઈ જતા. બસ, આજ યંત્રવત જીવન અને નિત્યક્રમ હતો અદિતિનો અને આરુષનો....હવે આગળ.... અદિતિની આ પરિસ્થિતિથી સાવ અજાણ સંધ્યાબેન અદિતિને પૂછ્યા કરતા હતા કે, " ખુશ ખબરી ક્યારે સંભળાવે છે, બેટા ?