પારિજાતના પુષ્પ - 7

(11)
  • 4.1k
  • 1
  • 1.8k

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-7 " અમૂલ્ય ભેટ " અદિતિ અને અરમાનનું બાળપણ એટલે અવિસ્મરણીય દિવસો, અવિસ્મરણીય ઘટનાઓ તેમજ અવિસ્મરણીય યાદોનો ખજાનો..... અદિતિની બીમારી દરમ્યાન અરમાન અદિતિની બાજુમાંથી ખસવાનું નામ લેતો ન હતો. તે અદિતિને કહ્યા કરતો હતો કે, " તું મને માર ખવડાવીશ તે ચાલશે, મને હેરાન કરીશ તે પણ ચાલશે, પણ તું જલ્દીથી સાજી થઈ જા. મારે તારી સાથે રમવું છે, મારે તારી સાથે ઘણીબધી વાતો કરવી છે, તું ક્યારે પથારીમાંથી ઊભી થઈશ અદિતિ...?? " અને નાનકડા અરમાનની આંખોમાં આંસુ આવી જતાં.... બસ, અરમાન તેમજ અદિતિના ઘરના બધા સભ્યો અને અરમાનના ઘરના બધા જ સભ્યોની પ્રાર્થનાથી અદિતિની તબિયત