મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 10

  • 4k
  • 1.4k

અદકેરું સાક્ષરતા અભિયાન અગાઉના પ્રકરણમાં વાત કરી,તે આગળ વધારીએ,તો માતૃછાયા સામાજિક જાગૃતિ અભિયાનને સમાજ દ્વારા ખુબ સુંદર આવકાર મળ્યો..બાળાઓને તો કંઈક નવું કરવા જોઈએ અને ઉત્તમ પ્રવૃત્તિ કરવા માટે સૌ થનગની રહી હતી..કોઈએ પાણી બચાવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પહેલા પોતાના ઘર માં કેટલું પાણી બચ્યું એનો સર્વે કરી,નોંધ કરી,જણાવ્યું. એમના વાલી સાથે વાત કરી અને એ સાચા આંકડા જાણ્યા. ત્યારબાદ પડોશી અને સમાજના પાંચ પાંચ ઘરે ગયા અને તે અંગે સમજાવી તેમની પાસે શપથ લેવડાવી અને નોંધ પણ કરાવી. એ જ રીતે દરેક બાળકો પોતે પસંદ કરેલા વિષયો ઉપર કાર્ય કરવા હોશ પૂર્વક મંડી પડ્યા..