મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 9

  • 4k
  • 1.3k

બાળકોની સમાજ થી પરિચિત કરવા એટલે "તેમનામાં સામાજીક ચેતના નું જાગરણ કરવુ" આવા હેતુસર એક દિવાળી વેકેશનમાં બે પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો માટે વિચારી.(વર્ષ ૨૦૧૧-૨૦૧૨)એક વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત અને બીજુ સામાજિક જાગૃતિ અભિયાન હાથ ધરવા.. બાળકો જિજ્ઞાસા નો ભંડાર છે. ધોરણ નવ માં teenager બાળકોમાં જ્ઞાન, જિજ્ઞાસા હરવું-ફરવું જેવા અનેક પાસાઓ મહતમ વિકસતા હોય છે. જો તેમની યોગ્ય દિશામાં આ ઉંમરમાં પ્રેમથી, સમજપૂર્વક વાળવા મા આવે તો જરૂર ભાવિ આદર્શ નાગરિક નો મજબૂત અને સ્વસ્થ પાયો બની રહે એવું મારું માનવું છે. મારા વર્ગમાં બાળકોને પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આ વાત સહર્ષ વધાવી લીધી.