દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈક તો એવી ઘટના બનતી જ હોય છે કે જે વ્યક્તિને ધરમૂળથી બદલી નાંખે છે. એક નાનકડો પ્રસંગ પણ વ્યક્તિનું વલણ બદલવા પૂરતું છે. આજકાલનાં વાલીઓ પોતાના બાળકોની ઘણી ફરિયાદો કરતાં હોય છે. બાળકો માતા પિતાની કોઈ વાત સાંભળવા તૈયાર નથી થતા. પોતાની જીદ પૂરી કરાવીને જ રહે છે. તૌ આ બધાં માટે જવાબદાર કોણ? - બાળકો કે માતાપિતા? શા માટે આવું થાય છે એ સમજવા માટે અહીં એક પ્રસંગ રજુ કર્યો છે. શ્લોક દરરોજની જેમ આજે પણ સાંજે ચાલવા નીકળ્યો હતો. ચાલતાં ચાલતાં આજે એ ઘરથી ઘણો દૂર નીકળી ગયો. રસ્તામાં એને બે બાળકો મળ્યાં. જેઓ અવનવા