ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૨ હું અવની નીલ. મને ઓળખે છે કે પછી ભૂલી ગયો ? અવની એ કહ્યું. નીલ : ઓહ અવની તું ! તને કેમ ભૂલી શકાય. તું ભૂલવા જેવી વ્યક્તિ થોડી છે. અવની : ઓહ હો. હજી પણ ડાયલોગ મારવામાં ઉસ્તાદ જ છે એમને ? નીલ : શું કરવું ? સામે એવું વ્યક્તિ હોય તો આપોઆપ ડાયલોગ બહાર આવી જાય પણ તું મને એમ કહે કે તે કેમ આજે મને ફોન કર્યો ? કોઈ ખાસ કારણ ? અવની : હા બસ એટલું જ કહેવું હતું કે તું તારા પ્લાનમાં સફળ રહ્યો. નીલ : પ્લાનમાં સફળ એટલે