રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 26

(12)
  • 3.6k
  • 1
  • 1.5k

ભાગ - 26 કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી, શ્યામને જે રૂમમાં શિફ્ટ કર્યો હતો, તે રૂમમાં, શ્યામ તો એના પલંગ પર સુઈ રહ્યો હતો. જે હમણાં જ, તે રૂમના દરવાજા પાસે કિડની મેળવનાર વ્યક્તીના વડીલ પિતા, અને ડોક્ટર વચ્ચે થઈ રહેલ વાતચીતથી જાગી ગયો છે. આ બાજુ, એ વડીલે ડોક્ટરને કહ્યા પ્રમાણે, કે ડોક્ટર સાહેબ, આજે મારા એક દીકરાએ, મારા બીજા દીકરાનો જીવ બચાવ્યો છે. વડીલ દ્રારા બોલાયેલ, આ વાક્યનો અર્થ અત્યારે, ડોક્ટર સાહેબને બરાબર સમજાઈ નથી રહ્યો, અને ડોક્ટર સાહેબ પોતે પણ, આ વાક્યનો અર્થ સમજવાની થોડી પણ કોશિશ કરે, એ પહેલાતો, આ લોકોની વાતચીતથી હમણાંજ જાગી ગયેલો શ્યામ, દરવાજામાં ઉભા રહી, ડોક્ટર સાથે વાત કરી રહેલ વડીલ પર શ્યામની નજર