ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૯ નીલ : હા હજી હું અવનીને પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માંગુ છું પણ હવે આ વાત નો ફેર અવનીને પડે એમ નથી. અમે જ્યારે છૂટા થયા ત્યારે એમને મેં બોવ જ સમજાવી હતી પણ એ સમયે એ સમજી ન હતી. મને નથી લાગતું કે હવે અવનીને મારા પ્રત્યે પ્રેમ હોય, તે પ્રેમ કરતા વધુ નફરત કરે છે મને. તે મારી સાથે રહેવા જ નથી માંગતી બાકી એટલો સમય ગયો છે મને એક મેસેજ તો કરી જ શકે ને ? મેસેજની વાત તો દૂર રહી એક વાર મને એને સરખો જોયો પણ