અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૦ અરવિંદભાઈ કલ્પેશભાઈને મળવાં અમદાવાદ આવ્યાં હતાં. અરવિંદભાઈને એમ હતું કે, તેમની આ રમત વિશે કોઈને કાંઈ ખબર નથી. પણ આરાધ્યા પહેલેથી બધું જાણતી હતી. આરાધ્યા પણ અમદાવાદ જ હતી. જે વાતથી અરવિંદભાઈ બેખબર હતાં. અરવિંદભાઈ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈને મળીને બહાર નીકળ્યાં. ત્યારે આરાધ્યા નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં કોઈ કામથી આવી હતી. તો તેણે કલ્પેશભાઈને પોલીસ સ્ટેશનની બહાર નીકળતાં જોઈ લીધાં. અરવિંદભાઈનાં ગયાં પછી આરાધ્યા તરત જ પોલીસ સ્ટેશનની અંદર ગઈ. તેણે ઈન્સ્પેકટર પાસે કલ્પેશભાઈને મળવાની પરવાનગી માંગી. "સર, મારે કલ્પેશભાઈને મળવું છે." "કોણ કલ્પેશ?" "કલ્પેશ મલ્હોત્રા, કિશનભાઈનાં એક્સિડન્ટ કેશવાળા." "ઓહ, તમારે તેમને શાં માટે મળવું છે?"