આહવાન - 31

(47)
  • 3.9k
  • 3
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ -૩૧ કાજલ એ વ્યક્તિને આવતાં જોઈને જ ઉભી થઈ ગઈ. એ એટલાં મોટાં હોલમાં એ વ્યક્તિનાં બુટનાં અવાજ જાણે એક પડઘાં પાડી રહ્યાં છે. પણ જાણે એ વ્યક્તિને આવતાં જ કાજલ એને ઓળખી ગઈ હોય એમ એ તરત જ બધાં જ પાસાં ગોઠવવાં લાગી. કાજલ તો એ વ્યક્તિ આવ્યો ત્યાં જ એ કંઈ બોલે કે કહે એ પહેલાં જ બોલી, " મતલબ કે આ બધું તારું કામ છે બરાબર ને ?? " એ વ્યક્તિ જોરજોરથી હસતાં બોલ્યો, " તો તું મને હજું પણ ભૂલી શકી નથી એમ ને ?? મને ખબર જ