માવઠું

  • 6.4k
  • 1
  • 1.1k

"માવઠું"(નિ:શબ્દ લાગણીઓ) "સાંજના ૫:૩૦ નો સમય, સિંધુ ભવન રોડ, "ફલાશીલ" કેફેની બહાર પડી રહેલો એ ઝરમર ઝરમર વરસાદ, અને કેફેના ટેબલ પર હાથ મૂકી વિચારોમાં મશગૂલ શ્રેણી. અચાનક વીજળીનો એક જોરદાર કડાકો થયો,અવાજ એટલો તીવ્ર હતો કે કેફેમાં બેઠેલા તમામ વ્યકિત થોડા ચમકી ગયા, અને તમામના ચહેરા પર ડર અને ડરના લીધે અનુભવાયેલો હળવો ક્ષોભ પથરાયો. શ્રેણીના કાનમાં પણ આ અવાજ અથડાયો પણ તેના મનમાં ચાલતા વિચારોના અવાજની સામે આ અવાજની 'ઈન્ટેન્સિટી' ઓછી પડી. "ઑરેન્જ કલરના સિલ્કના દોરામાંથી ગૂંથાયેલો ડ્રેસ અને તેના પર મોરપી