ઔકાત – 33 (અંતિમ ભાગ)

(224)
  • 7.2k
  • 8
  • 3.5k

ઔકાત ભાગ – 33 (અંતિમ ભાગ) લેખક – મેર મેહુલ (એક મહિના પહેલા) શ્વેતા મુંબઈથી આવી તેને બે દિવસ થયા હતાં. કેશવ સાથે ઝઘડો કરીને ઘરે આવી હતી અને બળવંતરાયને બધી વાત કહીને એ પોતાનાં રૂમમાં ગઈ હતી. નીચે સ્ટોર રૂમમાં તેની થોડી પુરાણી ચીજ હતી એ લેવા શ્વેતાં નીચે આવી અને સ્ટોર રૂમ તરફ આગળ વધી. સ્ટોર રૂમ પાસે પહોંચી ત્યારે તેને માલુમ પડ્યું કે રૂમનો દરવાજો અધુકડો ખુલ્લો છે અને અંદર કોઈ વ્યક્તિ હાજર છે. તેણે દરવાજામાંથી ડોકિયું કર્યું, અંદર બળવંતરાય કોઈની સાથે વાતો કરી રહ્યા હતાં. “હવે એ સમય આવી ગયો છે, શ્વેતા પણ મુંબઈથી આવી