ઔકાત – 32

(133)
  • 6.5k
  • 7
  • 3.2k

ઔકાત ભાગ – 32 લેખક – મેર મેહુલ રાવતનાં ગયા પછી મનોજે પેલી ફાઇલ હાથમાં લીધી અને બીજીવાર ધ્યાનથી વાંચવામાં મગ્ન થઈ ગયો હતો. ફાઈલમાં કંઈક આ મુજબની માહિતી હતી – કેશવ શિવગંજમાં આવ્યો પછી એકવાર શશીકાંતને મળેલો, તેની એ મુલાકાત દસ મિનિટની જ હતી. ત્યારબાદ એકવાર તેની મુલાકાત બદરુદ્દીન સાથે પણ થઈ હતી. બંને સાથે એક-એક વાર મુલાકાત લીધાં બાદ કેશવ બીજીવાર તેઓને નહોતો મળ્યો. શ્વેતાને કૉલેજથી ડ્રોપ કરીને કેશવ રોજ એક વ્યક્તિને મળવા ગણેશપુરા વિસ્તારનાં ગણેશ મંદિરે જતો. આ વિસ્તાર શિવગંજનાં પૂર્વ ભાગમાં હતો, અહીં આદિવાસી વસ્તી હતી એટલે આ વિસ્તારનો વિકાસ બીજા વિસ્તારોનાં પ્રમાણમાં ઓછો