ઔકાત – 31

(120)
  • 5.7k
  • 5
  • 3.1k

ઔકાત – 31 લેખક – મેર મેહુલ “હવે શું કરીશું ?, કેશવે આપણને જોઈ લીધાં છે” રોનક હેતબાઈ ગયો હતો, તેનાં શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય નહોતી. “એ કશું નહીં કરી શકે” અજિતે કહ્યું, “અને આમ પણ આપણે બે દિવસ જ આ શહેરમાં છીએ” “બે દિવસ, બે દિવસમાં અડતાલીસ કલાક હોય છે. આ અડતાલીસ કલાકમાં કંઈ પણ બની શકે છે” “મને પેલો ટુવાલ આપીશ પ્લીઝ” અજિતે કાચમાં પોતાનો ચહેરો જોઈને કહ્યું, તેણે દાઢી મૂછ ઉતારીને ક્લીન શેવ કરી લીધી હતી. રોનકે દોરીએ લટકતો ટુવાલ લઈને અજિત તરફ ફેંક્યો. અજિતે ટુવાલ ઝીલીને મોઢું સાફ કર્યું. “આપણે પહેલીવાર આ કામ નથી કરતાં બરાબર અને