ઔકાત – 30

(127)
  • 6.5k
  • 5
  • 3.5k

ઔકાત – 30 લેખક – મેર મેહુલ ‘કાર્તિકેય હોટલ’ બહાર લોકોની ભીડ ઉમટેલી હતી. શિવગંજમાં વર્ષોથી ચાલતી આ હોટલ અત્યારે શિવગંજની પહેલાં નંબરની હોટલ હતી. અહીંના જમણમાં ઘર જેવો સ્વાદ આવતો. હોટલ બહાર થોડાં ટેબલ હતાં અને શિવગંજનાં લોકો ટેબલ ફરતે બેસીને સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી રહ્યા હતાં. કેશવે પોતાની બાઇક હોટલ બહાર ઉભી રાખી. હોટલનું વાતવરણ ખુશનુમા હતું. મીરાએ નીચે ઉતરીને ટેબલ પર નજર ફેરવી. લાઈનમાં બધા જ ટેબલ ફૂલ હતાં. છેલ્લું એક ટેબલ ખાલી હતું, જ્યાં કોઈ નહોતું બેઠું. મીરા દોડીને ટેબલ પરની ખુરશી પર જઈને બેસી ગઈ. કેશવે બાઇક પાર્ક કરી અને મીરા સામે આવીને બેઠો.