ઔકાત – 23

(119)
  • 6.5k
  • 5
  • 3.6k

ઔકાત – 23 લેખક – મેર મેહુલ સવારનાં દસ થયાં હતાં. રાવત પોતાની ખુરશી પર બેઠો હતો. તેની સામે ટેબલ પર ત્રણ ફાઈલો પડી હતી. રાવતે બ્લડ રિપોર્ટવાળી ફાઇલ હાથમાં લીધી. એ ફાઈલમાં બે કાગળ પંચ કરેલાં હતાં. રાવતે વારાફરતી બંને કાગળ તપાસ્યા. એકમાં શ્વેતાની પાસે ફર્શ પર બ્લડ હતું તેનાં રિપોર્ટ હતા અને બીજામાં સ્કેલ પર જે બ્લડ હતું તેનાં રિપોર્ટ હતાં. બંને રિપોર્ટમાં બ્લડ ગ્રૂપ જુદું હતું. રાવત મુસ્કુરાયો. તેણે એ ફાઇલ ટેબલ પર રાખીને બીજી ફાઇલ હાથમાં લીધી જે ફિંગરપ્રિન્ટસનાં રિપોર્ટ હતાં. એ ફાઈલમાં જુદી જુદી ફિંગરપ્રિન્ટસનાં ફોટા હતાં. રાવતે એ ફાઈલને પણ બાજુમાં રાખી