ઔકાત – 18

(107)
  • 5k
  • 5
  • 3.3k

ઔકાત – 18 લેખક – મેર મેહુલ મીરાનાં ગયા પછી કેશવ થોડીવાર માટે માથું પકડીને બેસી ગયો. શ્વેતાનો કૉલ આવ્યો એટલે સ્વંય સ્વસ્થતા મેળવીને તેણે હવેલી તરફ પગ ઉપાડ્યા. એ પરસાળમાં પહોંચ્યો ત્યારે મીરા, રીટા અને સાધના સ્ટેજ પાસે બેસીને વાતો કરી રહી હતી. બે સેકેન્ડ માટે કેશવ અને મીરાની આંખો ચાર થઈ, ત્રીજી જ ક્ષણે કેશવે નજર ફેરવી અને હવેલીનાં પગથિયાં ચડી ગયો. કેશવ હવેલીમાં પ્રવેશ્યો એટલે મંગુએ તેને રોક્યો, “થોડીવારમાં કેક લેવા જવાનું છે કેશવ” “શ્વેતા મેડમને કંઈક કામ છે, મને કૉલ કરો એટલે હું દરવાજે પહોંચી જઈશ” કેશવે ઉતાવળથી કહ્યું અને બીજો માળ ચડી ગયો.