ઔકાત – 17

(104)
  • 5.2k
  • 6
  • 3.2k

ઔકાત – 17 લેખક – મેર મેહુલ બહાર આવીને મીરા સીધી સ્ટેજ પાસે પહોંચી. કેશવ ત્યાં તેની રાહ જોઇને ઉભો હતો. મીરાએ કેશવને ઈશારો કરીને બહાર આવવા કહ્યું અને પોતે દરવાજા બહાર નીકળી ગઈ. કેશવ પણ મીરાની પાછળ પાછળ બહાર નીકળી ગયો. મીરા કેશવને હવેલીથી થોડે દુર જ્યાં અંધારું હતું ત્યાં લઈ આવી. “બોલો મેડમ, શું કામ હતું ?” કેશવે પુછ્યું. “તું શ્વેતાને પસંદ કરે છે ?” મીરાએ સપાટ ભાવે પૂછ્યું. “એકની એક વાત વારંવાર કેમ દહોરાવો છો ?” કેશવે કંટાળાજનક અવાજે કહ્યું, “કાલે જ કહ્યું હતુંને, મેં શ્વેતા મેડમ વિશે કોઈ દિવસ નથી વિચાર્યું” “એ તારાં સપનાં જુવે