અંગત ડાયરી - ફૂલ કે કાંટા

  • 4.9k
  • 1
  • 1.4k

અંગત ડાયરી============શીર્ષક : ફૂલ કે કાંટા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૨, નવેમ્બર ૨૦૨૦, રવિવારએક મિત્રે એના ફળિયામાં બનાવેલો સુંદર મજાનો બગીચો બતાવ્યો. જાસૂદ, ગુલાબ, ગલગોટાના રંગબેરંગી ફૂલડાંઓ જોઈ મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. કુદરતી રંગોની મોહકતા જ જુદી હોય છે. મિત્ર પણ મીઠડો. બે પાંચ મિનીટમાં તમારો સેલ્ફ કૉન્ફિડન્સ વધી જાય એવી મસ્ત અને સાચુકલી વાતો કરવાની એની આદત અને આવડતને લીધે એને વારંવાર મળવાનું મન થાય. એણે એક મંત્ર જેવું વાક્ય કહ્યું : “ચાર દિવસની જિંદગીમાં આપણે બાવળ શા માટે વાવવા?” તમે જયારે કોઈને એના સારા પરફોર્મન્સ બદલ પ્રોત્સાહિત કરો છો ત્યારે તમારા જીવનબાગમાં એક સુંદર મજાનું