ભાઈ બીજ

  • 3.7k
  • 898

અંતરના સબંધોને છૂટો દોર આપીને લેશમાત્ર અપેક્ષાની ભાવના વગરના પ્રેમનો ઉત્સવ એટલે ભાઈ બીજ બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર હિંદુ ધર્મમાં ભાઈ અને બહેનના પ્રેમના પર્વ તરીકે બે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એક રક્ષાબંધન જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે જેમાં ભાઈ બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરે છે જયારે બીજો તહેવાર એટલે ભાઈ બીજ જેમાં બહેન ભાઇના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ બીજનો તહેવાર દિવાળી પછી બીજા દિવસે એટલે કે કાર્તિક માસની બીજના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ બીજને યમ દ્રિતીયા પણ કહેવામાં