દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-5: કોલેજનો પ્રથમ દિવસ

  • 3.1k
  • 1.2k

ભાગ-5: કોલેજનો પ્રથમ દિવસ દેવ સવારે વહેલા ઉઠી ગયો અને તૈયાર થઈને ભગવાનની પૂજા કરવામાં વ્યસ્ત થઈ ગયો. આજે તેનો કોલેજનો પહેલો દિવસ હતો. તેણે ભગવાનને પ્રાર્થના કરી, "હે ભગવાન! આજથી હું મારી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. મને શક્તિ આપજે કે હું મારા કામમાં સફળતા પ્રાપ્ત કરું. મારા ઉપર તમારી કૃપા બનાવી રાખજો." દેવે ભગવાનને હાથ જોડ્યા. "લવ ઉઠ. હું કોલેજ જાઉં છું, આજે પહેલા દિવસે મારે લેટ નથી થવું." દેવે કોલેજ જવા તૈયાર થતાં કહ્યું. "તું જા. હું આવું છું પછીથી." લવે તાકીયામાં માથું નાખેલું રાખી હાથ હલાવતા દેવને કહ્યું. દેવ કોલેજ જવાં નિકળ્યો. વચ્ચે રસ્તામાં તે ગાર્ડન