કોમિલાની નોકરીનો આજે હજુ ચોથો દિવસ હતો. એ ખાસ કશું બોલતી નહોતી. બાકીના કાઉન્ટર પરની બીજી છોકરીઓ કંઈક ને કંઈક સતત બોલતી રહેતી હતી. ક્યારેક કોમિલા એમની સામે જોઈને હસી લેતી. બાકીનો બધો જ સમય એ કાં તો દરવાજામાંથી બહાર જોયા કરતી અથવા કાઉન્ટર પરની બિસ્કિટ અને ચોકલેટની બરણીઓ જોયા કરતી. એનું કાઉન્ટર બિસ્કિટ, કન્ફેક્શનરી, બેકરી આઈટમ અને ફૂડ પેકેટસનું હતું. કોઈ ગ્રાહક આવે અને જે કંઈ વસ્તુ માગે તે ફટાફટ આપી દેતી. દરેક ચીજ પર એના ભાવ લખેલા હોવાથી રકઝક કે માથાકૂટ કરવાનો સવાલ નહોતો. આમ તો નેવિલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ હજુ બે મહિના પહેલાં