એક ભૂલ - 11

(18)
  • 5k
  • 2.6k

થોડીવાર પછી મિહિર અને મીરા પણ બહાર જવાં નીકળે છે. ઘણાં લોકોની ચહલપહલ હતી. અમુક લોકો પોતાનાં કામ પરથી ઘરે જઈ રહ્યાં હતાં તો અમુક લોકો પોતાનાં પ્રેમી-પ્રેમિકા સાથે ફરવાં નિકળ્યાં હતાં. ખાવાં-પીવાની લારીઓ પર તો જાણે મેળો ભરાયો હોઈ એટલાં માણસો ઉભરાઈ પડ્યાં હતાં. મિહિર અને મીરા આસપાસનાં નજારાનો આનંદ લેતાં જઈ રહ્યાં હતાં. "તો આ મીત અને તું સાથે ભણતાં?" મીરાએ પૂછ્યું."હા, અહીં આવ્યાં પછી મારો પહેલો દોસ્ત એ જ બન્યો હતો. સ્કૂલથી લઈને કોલેજ સુધી અમે સાથે જ ભણ્યાં. એ હજી પણ મારો પહેલાં જેવો જ ખાસ મિત્ર છે. મને સૌથી વધુ તે જ ઓળખે છે." મિહિરે કહ્યું. "અચ્છા,