પ્રણયભંગ ભાગ – 25 લેખક - મેર મેહુલ અખિલ ઉપરાઉપરી ચાર સિગરેટ ફૂંકી ગયો હતો.ડૉ. પારેખે જે વાત કહી હતી એ અખિલને માન્યામાં નહોતી આવતી. સિયાએ શા માટે ગર્ભવતી થવાની સલાહ લીધી હશે અને જો એ ગર્ભવતી જ થવા ઇચ્છતી હતી તો ગર્ભપાત કેમ કરાવવા ઇચ્છતી હશે. અખિલે કડીથી કડી મેળવી, ‘સમાગમ સમયે હું જ પ્રોટેક્શનનો ઉપયોગ કરતો પણ જ્યારે ગોવા ગયાં ત્યારે સિયાએ પ્રોટેક્શન લેવાનું શરૂ કર્યું હતું.એ સમયે સિયાથી કોઈ ભૂલ થઈ હશે અને પોતે ગર્ભવતી થઈ જશે એ ડરથી તેણે ડોક્ટર પાસે ઉલટ તપાસ કરી હશે.એ જ કારણથી તેનો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ ગયો