આહવાન - 25

(49)
  • 3.2k
  • 3
  • 1.7k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૫ ભાગ્યેશભાઈનાં પ્રેમભર્યા આમંત્રણને સ્વીકારીને શશાંકભાઈ એમનાં પરિવાર સાથે ત્યાં પહોંચ્યાં. એમનાં પરિવારમાં એમનાં પત્ની, દીકરી કાજલ અને દીકરો કર્તવ્ય. એ ચારેય જણાં સાંજે સાત વાગ્યે ત્યાં પહોંચ્યાં. શશાંકભાઈએ પરિવારજનોને બધી વાત કહી દીધી જેથી કોઈને ત્યાં જઈને સવાલો ન થાય સાથે જ કોઈ એમની લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈ પણ બોલી ન દે. બધાં ત્યાં પહોંચ્યાં ત્યાં જ રવિવાર હોવાથી ભાગ્યેશભાઈની સાથે ત્રણેય દીકરા ઘરે જ છે. બધાંએ પ્રેમથી એમનું સ્વાગત કર્યું. ત્રણેય વ્યવસ્થિત, દેખાડવા, એક અલગ જ પર્સનાલિટી ધરાવે છે‌. પણ જાણે શશાંકભાઈની નજર એમાંથી એક પર ઠરી ગઈ.