ઔકાત – 10

(105)
  • 5.3k
  • 7
  • 3.6k

ઔકાત – 10 લેખક – મેર મેહુલ “ગુડ મોર્નિંગ કેશવ !!” આજે કદાચ પશ્ચિમ દિશામાં સૂરજ ઉગ્યો હતો, શ્વેતા કોલેજ જવા બહાર આવી એટલે સામે ચાલીને તેણે કહ્યું, “વાઈટ શર્ટમાં ડેશીંગ લાગે છે તું” કેશવ અચરજભરી નજરે શ્વેતાને તાંકતો રહ્યો. હંમેશા જીન્સ અને ટી-શર્ટ પહેરવાવાળી શ્વેતા આજે ડ્રેસ અને દુપટ્ટામાં હતી. એક દિવસમાં ભારતીય સંસ્કૃતિની અસર શ્વેતા પર થઇ જાય એ વાત કેશવને ગળે નહોતી ઉતરતી. શ્વેતાએ નેવી બ્લ્યુ ડ્રેસ પહેર્યો હતો, તેનાં ઉપર સફેદ દુપટ્ટો હતો. શ્વેતા મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મી હતી એટલે એ ખુબસુરત તો હતી જ પણ આજે એ સુંદર દેખાય રહી હતી. “વેરી ગુડ