ઔકાત – 9

(93)
  • 5.5k
  • 4
  • 3.9k

ઔકાત – 9 લેખક – મેર મેહુલ બલીરામપુરમાં ગજબનો ટેબલો જામ્યો હતો. ગાંજો ભરેલા ટ્રકમાંથી હથિયારબંધ માણસો નીકળ્યાં હતાં અને દસ મિનિટમાં લાશોનો ઢગલો કરીને નીકળી ગયાં હતાં. પઠાણે પુરી વરદાતની માહિતી બદરુદ્દીનને આપી હતી. બદરુદ્દીનને જુદી જુદી જગ્યાએ ફોન જોડવાનું શરૂ કરી દીધું હતું. પહેલો ફોન તેણે રાવતને જોડ્યો હતો. વ્યવહારની નોંધણી કરાવ્યા પછીની બધી જવાબદારી પોલીસતંત્રની રહેતી. આજદિન સુધી આવો કોઈ કિસ્સો નહોતો બન્યો એટલે રાવત ગાફેલ રહ્યો હતો. એ કાફેલા સાથે મારતી જીપે ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો. બદરુદ્દીને બીજો ફોન શશીકાંતને જોડ્યો હતો. શશીકાંતનાં કહ્યા મુજબ, તેણે માલની જ ડિલિવરી મોકલી હતી. જે માણસોએ