ઔકાત – 7

(101)
  • 5.7k
  • 5
  • 3.6k

ઔકાત – 7 લેખક – મેર મેહુલ “તું નાની બાળકી નથી શ્વેતા” બળવંતરાય ચિલ્લાયા, “કેશવને તારી સુરક્ષા માટે સાથે મોકલ્યો હતો અને તું એને જ હેરાન કરતી હતી. જો અત્યારે તને કંઈક થઈ ગયું હોત તો કોણ જવાબદાર હોત ?” “દાદા શાંત થાઓ, દીકરી છે તમારી !” મંગુએ બળવંતરાયને શાંત પાડતાં કહ્યું. “શ્વેતા !!, તારા રૂમમાં જા” બળવંતરાયે શ્વેતાને ઉદ્દેશીને આંગળી વડે ઈશારો કર્યો. શ્વેતા નજર ઝુકાવીને રૂમમાં ચાલી ગઈ. “શશીકાંતનું કંઈક કરવું પડશે હવે, થોડા દિવસથી વધુ પડતો જ ઉછળે છે” બળવંતરાયે ખુરશી પર આસન લેતાં કહ્યું. “એ ડરાવે છે દાદા, બીજું કશું નથી. તમે એકવાર લાલ આંખ કરશો