પ્રણયભંગ ભાગ – 23 લેખક - મેર મેહુલ ગોવાથી બંને વડોદરા આવ્યા એને અઠવાડિયું થઈ ગયું હતું. આ અઠવાડિયામાં ઘણુંબધું બદલાય ગયું હતું. માત્ર એક ઘટનાએ બંનેને એકબીજાથી દુર કરી નાંખ્યા હતાં. એ ઘટના ગોવામાં બની હતી. એ દિવસે રાત્રે અખિલ ગુસ્સામાં આવીને સુઈ ગયો હતો, હકીકતમાં એ સુવાનું નાટક કરતો હતો. મોડી રાત્રે જ્યારે સિયા સુઈ ગઇ પછી અખિલે સિયાનો મોબાઈલ ચૅક કર્યો હતો. મોબાઈલમાં જે માહિતી હતી એ જોઈ અખિલને આંચકો લાગ્યો હતો. સિયા કોઈ પેશન્ટ સાથે વાત નહોતી કરતી. વોટ્સએપમાં વારંવાર સંપર્ક કરાયો હોય એવાં વ્યક્તિમાં ચિરાગનું નામ હતું. બીજો કોન્ટેકટ કોઈ ડોક્ટરનો હતો.બંનેના