તું મને ગમતો થયો - 11

  • 3.7k
  • 1.4k

બીજે દિવસે હેમાલી અને શ્રેયાંશે ફ્રેશર્સ પાર્ટીમાં પર્ફોર્મ કરવા નામ પોતાનું અને જે નાટક પર્ફોર્મ કરવાના છે એનું નામ લખાવી દીધું... ફ્રેશર્સ પાર્ટીનું આયોજન 31 ઓગસ્ટે કર્યું હતું... એટલે હજી 10 દિવસ બાકી હતા... શ્રેયા, શ્રેયાંશ અને હેમાલી પાસે નાટકની પ્રેક્ટિસ કરવા પુરા દસ દિવસ હતાં... એટલે દિવસે કોલેજ જાય અને સાંજે વિદ્યાનગરના હૃદય કહેવાતું શાસ્ત્રી મેદાને જઈ નાટકમાં કઈ રીતે પર્ફોર્મ કરવું એની યોજના બનાવીને પ્રેકટીસ કરવા લાગ્યા... આ શ્રેયાંશે લખેલું પહેલું જ નાટક હતું... એક નાનકડા લેખક તરીકે એની આ પહેલી રચના હતી જે પર્ફોર્મ થવા જઈ રહી હતી... અઠવાડિયું વીત્યું... એમાં એક દિવસ seniorsની ફ્રેશર્સ પાર્ટીની managememt