મારા વ્હાલા મિત્રો,આપણો ભારત દેશ વિવિધતા થી ભરપૂર વિવિધતા નો દેશ .. જાત જાત ના તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ તે બાબત અને થોડી ભારત માતા ને લગતી કવિતા અહીં મારો કાવ્ય ઝરૂખો ભાગ : 06 માં આપ સૌ સમક્ષ રજૂ કરું છું1) કાવ્ય : 01તહેવાર - એટલે એક ઉત્સવ ઉજવાતા દરેક તહેવારો મન ભરી ને એક ઉત્સવ ની જેમ બાળપણ માં,શરૂ થઈ જતી મકરસંક્રાંતિ ની ઉજવણી દેવ દિવાળી ની સંધ્યા એ, તોડી નાખતા કૈંક પાડોશીઓ ના છાપરા- નલિયા અને પતરા પતંગ - દોરી લૂંટવા મા,શેરી મહોલ્લા વાળા કરે પ્રાર્થના કે મકરસંક્રાંતિ જાય તો ગંગા નાયા,વહેલી પરોઢે થી ઘર ના નાના મોટા