અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 6

(22)
  • 3.1k
  • 4
  • 1.4k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૬ સુજાતા આદિત્ય અને રાજુ ત્રણેય કારમાં સુજાતાની ઘરે આવી પહોંચ્યા હતાં. "અરે આદિ, કાર કેમ રોકી?" "અરે ભાઈ સુજાતાનું ઘર આવી ગયું. તો કાર તો રોકવી પડે ને!કે પછી કારને સીધી ઘરની અંદર જવા દવ?" આદિત્યએ મજાક કરતાં કહ્યું. "તું નહીં સુધરે. તારે તો બધી વાતમાં મજાક જ હોય." આદિત્યના સ્વભાવથી વાકેફ એવાં રાજુએ કહ્યું. "હવે હું તો જેવો છું એવો છું, હવે તમે બંને જલ્દીથી ઉતરો અને સુજાતાનાં ઘરમાં જઈને સબૂત શોધો. આપણી પાસે વધું સમય નથી." આદિત્યએ કહ્યું. આદિત્યના કહેવાથી રાજુ અને સુજાતા કારનો દરવાજો ખોલી બહાર નીકળ્યાં. બહાર નીકળી રાજુએ કહ્યું, "ચાલો અંદર