એક ભૂલ - 10

(22)
  • 4.7k
  • 2.5k

મીરા અને મિહિર મુંબઈ પહોંચી ગયાં હતાં. મિહિર માટે આ શહેર નવું નહોતું પણ મીરા પહેલી વાર આવી હતી. અલબત્ત તે સુરત જેવાં સિટીમાં રહેતી હતી પણ મુંબઈ તેનાથી પણ ઘણું ભવ્ય હતું. મુંબઈ એટલે સપનાઓની ભવ્ય નગરી. દરરોજ કેટલાંય લોકો અહીં આવતાં હશે પોતાનાં સપનાઓ પૂરાં કરવાં. મીરા પણ આવી હતી, તેની બહેનને શોધવાં. મિહિર ઘરે જવા માટે રીક્ષા શોધી રહ્યો હતો પણ મળી નહોતી રહી. "અરે યાર, આયા એક તો ઘડીકમાં રીક્ષા નઈ મળે." મિહિર પરેશાન થઈ ગયો હતો. ઘણી લાંબી મુસાફરીથી તે થાકી ગયો હતો. "હા.. પણ શાંતિ રાખ, મળી જશે." મીરાએ કહ્યું. "રીક્ષા.. રીક્ષા..." સામેથી ખાલી