ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૨

(62)
  • 3.6k
  • 7
  • 1.3k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી ૨૨રાકેશ ઠક્કરપાનું બાવીસમુંઇન્સ્પેક્ટર ઠાકોર અખબાર વાંચી રહ્યા હતા. તેમની નજર એક નાનકડા સમાચાર પર પડી. 'પરિણીત પુરુષનો ઝેર ખાઇને પોતાના જ ઘરમાં આપઘાત.' તેમણે વિગતમાં વાંચ્યું કે એક યુવાને પત્ની બે દિવસ માટે બહાર ગઇ એ દરમ્યાનમાં બીયરમાં ઝેર નાખી પી લઇને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને કેસમાં રસ પડ્યો:"ધીરાજી, ચાલો આ યુવાનની આત્મહત્યાની તપાસ કરીએ. મને એમ લાગે છે કે આ હત્યાનો કેસ હોવો જોઇએ..."ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજી મરનાર જેવિશના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની તુલ્યા આવી ગઇ હતી. એ બે દિવસ માટે પોતાની બહેનના ઘરે સામાજિક કારણથી ગઇ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને મળીને બધી