અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 2

(30)
  • 3.5k
  • 2
  • 1.9k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨ સુજાતા પોતાનાં રૂમમાં જઈ સૂઈ ગઈ. સુજાતાની વાતોનાં લીધે રાજુને પણ સારી ઉંઘ આવી ગઈ. સવારે ઉઠી સુજાતા શાળાએ જવા તૈયાર થતી હતી. ત્યારે સુજાતાનાં પપ્પાએ આવીને કહ્યું, "ચાલ બેટા, તૈયાર થઈ ગઈ? આજ હું તને શાળાએ મૂકવાં આવીશ." કલ્પેશભાઈની વાત સાંભળી સુજાતાએ પૂછ્યું, પપ્પા તમારે આજે ઓફીસે નથી જવાનું?" કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "જવાનું છે ને બેટા, પણ આજ મારે તારી શાળામાં એક કામ છે." કામની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "એવું તો શું કામ છે પપ્પા? કે તમારે ક્યારેય નહીં ને આજ મારી શાળાએ આવવું પડે છે." કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "તારાં માટે એ એક સરપ્રાઈઝ છે.