ભજિયાવાળી - 4

(29)
  • 6k
  • 2
  • 2.5k

પ્રકરણ: 4 હું ગ્રીષ્માની નજીક પહોચું એ પહેલાં એ ત્યાંથી પોતાની સ્કૂટી લઈને નીકળી ગઈ. હું મન માં બોલતો હતો કે હવે ગ્રીષ્માને બોલાવવાનો કંઈ ફાયદો જ નથી. કેમ કે તે હવે ઇગ્નોર કરતી હતી. મેં નક્કી કર્યું કે આજ પછી ગ્રીષ્માને સામેથી બોલાવવાનો પ્રયત્ન નહીં કરું. મેં નાસ્તો પૂરો કર્યો અને ઘરે ગયો. ભાભીએ મને જોયો અને બોલ્યા, "ગૌરવ નાસ્તો કરી લે..." મેં કહ્યું, "ભાભી હું નાસ્તો કરીને આવ્યો છું." ભાભીએ ટૉન્ટ મારતાં કહ્યું, " ઓહ્હ..તો સવાર સવારમાં ભજિયા ખાઈ આવ્યા.!" મેં કહ્યું,"ના ના ભાભી, હું તો મંજીકાકા ને ત્યાં ગાંઠીયા ખાવા ગયો હતો." ભાભી સ્માઈલ કરીને બોલ્યાં,