લાઈફ પાર્ટનર - 19

(32)
  • 4.7k
  • 2
  • 1.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 19 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો સહદેવ પ્રિયા અને માનવ ત્રણેય અત્યારે માનવની કાર માં હતા અને સહદેવ ડ્રાઈવ કરી રહ્યો હતો અને માનવ તેની બાજુની સીટ માં બેઠો હતો જ્યારે પ્રિયા પાછળની તરફ બેઠી હતી.ગાડી માંડ બે મિનિટ ચાલી હશે ત્યાં માનવે કહ્યું “યાર સહદેવ તે પપ્પાને થોડું વધારે જ કહી દિધું.કદાચ તેમને તારી વાતનું થોડુંક વધારે જ ખોટું લાગ્યું હશે” “હા મીકુ સહદેવનો ગુસ્સા પર કાબુ નથી મેં તને પહેલા જ કીધું હતું ને!!!” પ્રિયાએ ધીમા અવાજે કહ્યું “હા મને થોડો વધારે જ ગુસ્સો આવી ગયો હતો પણ એ સાવ ખોટો હતો