The Game of 13 - Chapter: 2

  • 1.5k
  • 606

" THE GAME OF 13 " અંક-2 ઇન્સ્પેક્ટર રૂટ ને ફોન આવ્યો તેને થોડી ક્ષણો જ વીતી હતી કે ત્યાંતો ફરી ટેલિફોન ની રીંગે ઇન્સ્પેક્ટર રુટ ને બોલાવ્યા. રૂટે ફોન ઉપાડ્યો તો સામે થી એક સજ્જને જણાવ્યું કે સિટી ગાર્ડન પાસે, બંગલૉ નં.6 માં એક વ્યક્તિ ની હત્યા થઇ છે.ઇન્સ્પેક્ટર રૂટે તે વ્યક્તિ નો આભાર માની ને ફોન મુકયો અને આદત મુજબ તેની મોંઘી ઘડીયાળમાં સમય જોયો, સમય સાંજ ના 7:02 નો થયો હતો.આ ઘટના ની શરૂઆત સાથે જ પીસલેન્ડ ની શાંતિને જાણે કોઈક ની નજર લાગી હતી.ઇન્સ્પેક્ટર રૂટ ત્રણ કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટર સાથે ક્રાઇમ પોઈન્ટ જવા રવાના થયો.