પ્રણયભંગ ભાગ – 13લેખક - મેર મેહુલ સિયાના જન્મદિવસ પર અખિલ સિયાને આજવા ગાર્ડનમાં લઈને આવ્યો હતો. સિયા આજે ઘણાં દિવસો પછી ખુશ હતી. એ અખિલ સાથે કમ્ફર્ટેબલ ફિલ કરવા લાગી હતી. “ગાર્ડનનું ચક્કર લગાવીને નીકળીએ ?” સિયાએ સમય જોઈને કહ્યું. “સારું” કહેતાં અખિલ ઉભો થયો, તેણે સિયાને સહારો આપીને ઉભી કરી.બંને અડધી કલાક સુધી ગાર્ડનમાં ફર્યા પછી આગળની મંજિલ તરફ અગ્રેસર થયાં. આ વખતે કાર અખિલ ડ્રાઇવ કરતો હતો. સિયા તેની બાજુમાં બેસીને બહારનું દ્રશ્ય નિહાળી રહી હતી. દસેક કિલોમીટર આગળ જતાં સિયાને ટેકરી જેવું કંઈક દેખાયું,જ્યાં ઘણીબધી વિન્ડફાર્મ હતી.રસ્તાની ડાબી બાજુએ એ તરફ જવાનું બોર્ડ લાગેલું હતું.