સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-60 મોહીત ચિંતા સાથે ઘરે પહોંચ્યો. મલ્લિકા ઘરે પહોંચી ગઇ હતી. એ કાર પાર્ક કરી ઝડપથી ઘરમાં આવ્યો. મીતાબહેન સાથે ઔપચારીકતા પતાવીને મલ્લિકા પાસે આવ્યો એ કોફી પી રહી હતી. મોહીતને જે રીપોર્ટ મળ્યો હતો એ પ્રમાણે મલ્લિકાને પૂછ્યું તે કોફી સાથે દવા લીધી ? અને તેં આવી પરિસ્થિતમાં વાઇન પીધો હતો ? એ પણ આટલો ? કે જેની અસર આપણાં... અને તારી તબીયત પર પડે ? મોહીતને ખૂબજ ગુસ્સો આવેલો. મલ્લિકા બોલી "મોહીત તારે મોડું થયું એટલે હું ઘરે આવી ગઇ. મને ખૂબ પેઇન હતું. મોહીતે કહ્યું "હું પૂછું છું એનો જવાબ આપ. તે કાલે કેમ